લાઠીમાં યુવક પર છરી વડે ખુની હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીમા ખોડિયારપરામા રહેતા એક યુવકે તેના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા અહીના જ એક શખ્સે તેના પર પાઇપ અને છરી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડતા આ બારામા તેની સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.યુવક પર પાઇપ અને છરી વડે હુમલાની આ ઘટના લાઠીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા રાજેશભાઇ વાઘેલા ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે તેના પરિવાર સાથે ઘરે બેઠા હોય તે દરમિયાન તેના ઘર પાસે રાકેશ પ્રકાશભાઇ વાઘેલા નામનો શખ્સ ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી. આ દરમિયાન રાકેશ તેમજ તેના પિતા પ્રકાશભાઇ બંને પાઇપ અને છરી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને રાજેશભાઇને છરીનો એક ઘા મારતા તેને સારવાર માટે પ્રથમ લાઠી અને બાદમા અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રિફર કરાયા હતા. આ બારામા લતાબેન રાજેશભાઇ વાઘેલાએ બંને સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...