તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવદયા પરિવારે બચાવ્યા 2000 પશુના જીવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમાં ગૌવંશ સહિતના પશુની મોટાપાયે ગેરકાયદે હેરાફેરી થાય છે. પશુઓની હેરાફેરી કરનારા તત્વો અવનવા નુસખા અજમાવતા જ રહે છે. પરંતુ સામાપક્ષે આવા તત્વોને પકડવા બાબરાનો જીવદયા પરિવાર સતત સક્રિય છે. છેલ્લા છ વર્ષમાં જીવદયા પરિવારના યુવાનોએ બે હજાર જેટલા પશુઓના જીવ બચાવ્યા છે. ક્યારેક પોલીસને સાથે રાખીને તો ક્યારેક જાતે. પોલીસમાં ફરીયાદી પણ આ યુવાનો જ બને છે.

બાબરાના ગજેન્દ્રભાઇ શેખવા હોય કે મૌલીકભાઇ તેરૈયા હોય અહિંના હાર્દિકભાઇ ભટ્ટ હોય કે પછી ધર્મેન્દ્રભાઇ બસીયા, સાગરભાઇ રાજ્યગુરૂ કે માણસુરભાઇ વાળા હોય. આ યુવાનોની ટીમ દિવસ-રાત ગમે ત્યારે ગૌરક્ષા અને પશુ રક્ષા માટે સજ્જ હોય છે.

છેલ્લા છ વર્ષથી તેઓ આ વિસ્તારમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે કાર્યરત છે. તેમની આ પ્રવૃતિના કારણે આસપાસના વિસ્તારમાં ક્યાય પણથી આવી હેરાફેરી થવાની હોય તો તેમને બાતમી મળતી રહે છે. રાત્રીના સમયે કોઇપણ ડર વગર રસ્તા પર ધામા નાખે છે અને બાતમીવાળા વાહન રસ્તા પરથી પસાર થાય તો પકડીને પોલીસના હવાલે કરી દે છે.

જો આવા વાહનો છટકી જાય તો આગળના પોલીસ મથકોને બાતમી પહોંચાડી પશુઓની હેરાફેરી અટકાવે છે.

અમદાવાદ, બગોદરા, બાવળામાં પણ વાહનો પકડાવ્યા
જીવદયા પરિવારની આ ટીમ લાઠી, અમરેલી, ઢસા, જસદણ, ગઢડા, બગસરા, કેશોદ, ગોંડલ, દામનગર વિગેરે વિસ્તારમાં પશુઓને બચાવી જે તે પોલીસ મથકમાં જાતે ફરીયાદી બની છે. જો કોઇ વાહન ચાલક છટકી ગયુ હોય તો અમદાવાદ, બગોદરા, બાવળા, રાજકોટ, ઉમરાળા અને ધોલેરા પોલીસ સુધી બાતમી પહોંચાડી વાહનો પકડાવ્યા છે.

થોરખાણમાંથી પકડાયુ હતુ 800 કિલો ગૌ માંસ
થોરખાણમાંથી તાજેતરમાં આ ટીમે 800 કીલો ગૌ માંસ પકડી પાડ્યુ હતું. અત્યાર સુધીમાં જુદા જુદા સ્થળેથી 3 હજાર કિલો ગૌ માંસ પકડાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...