તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં આંતર રાજય સમુહ લગ્નોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ખાતે અખિલ ભારતીય કુર્મિ સમાજ તથા હરદાસબાપુ પટેલ સમાજ દ્વારા આંતર રાજય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમુહ લગ્નોત્સવમા 11 નવદંપતિઓએ પ્રભુતામા પગલા માંડયા હતા.

હરદાસબાપુ કલ્યાણ કેળવણી ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આયોજીત આંતર રાજય સમુહ લગ્નોત્સવના આ પ્રેરણાદાયી કાર્યમા ઉતરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓરિસ્સાના 11 નવદંપતિઓએ પ્રભુતામા પગલા માંડયા હતા. અમરેલી તાલુકાના વાંકીયા ગામના વતની અને અમદાવાદ મ્યુનિ. કોર્પોના કાઉન્સીલર અશ્વિનભાઇ પેથાણીના કન્વીનરપદે તથા પરશોતમભાઇ, હરેશભાઇ રામાણી, ગૌતમભાઇ કથીરીયા વિગેરેની આગેવાનીમા આ કાર્ય પુર્ણ થયુ હતુ.વર્તમાન સમયમા યુવકોની સંખ્યાની સરખામણીએ સતત ઘટતી યુવતીઓની સંખ્યાની સમસ્યાના નિવારણના આશય સાથે અમદાવાદ બાપુનગરના હરદાસબાપુ કલ્યાણ કેળવણી તથા અખિલ ભારતીય કુર્મિ સમાજ દ્વારા સતત છ વર્ષથી આંતર રાજય યુવક યુવતી પસંદગી મેળો તથા સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવી રહ્યું છે.

ચાલુ સાલે સમુહ લગ્નોત્સવ સમિતિના કન્વીનર અને ઉદ્યોગપતિ અશ્વિનભાઇ પેથાણીના માર્ગદર્શન હેઠળ બાપુનગર પટેલવાડી ખાતે આ સમુહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મથુરભાઇના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય વલ્લભભાઇ કાકડીયા, નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

સમુહ લગ્નોત્સવમા 11 નવદંપતિઓએ પ્રભુતામા પગલા માંડયા હતા.

અન્ય સમાચારો પણ છે...