કુંડલા સુકનેરા ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા શહેરી વિસ્તારમા દાર આધારિત પાણી પુરૂ પાડવામા આવતુ હોય અહીની નાવલી નદી ઉપર આવેલ સુકનેરા ડેમ તેમજ નાના મોટા ચેકડેમને સૌની યોજનામા સમાવેશ કરવામા આવે તેવી અહીના પાલિકા સદસ્ય દ્વારા સાંસદને રજુઆત કરવામા આવી છે. ઓણસાલ સાવરકુંડલા પંથકમા મેઘરાજાએ મહેર કરી છે. પરંતુ અહી શહેરી વિસ્તારમા દાર આધારિત પાણી પુરૂ પાડવામા આવતુ હોય શહેરની મધ્યમાથી પસાર થતી નાવલી નદી પર આવેલ સુકનેરા ડેમ તેમજ અન્ય નાના મોટા ચેકડેમને સૌની યોજનામા સમાવેશ કરવા મુદે પાલીકા સદસ્ય ધર્મેન્દ્રભાઇ મહેતા તેમજ ધર્મેન્દ્રભાઇ ચૌહાણ દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયાને રજુઆત કરવામા આવી હતી.

રજુઆતમા જણાવાયુ હતુ કે અહી ઉનાળા દરમિયાન પાણીના તળ ઉંડા ઉતરી જાય છે જેના કારણે શહેરીજનોને પીવાનુ પાણી મેળવવા પારાવાર મુશ્કેલી પડે છે. ત્યારે સુકનેરા ડેમ તેમજ નાના મોટા ચેકડેમને સૌની યોજનામા સમાવેશ કરી ભરવામા આવે તો તળ પણ ઉંચા આવે અને પીવાના પાણીનો પ્રશ્ન પણ કાયમી ધોરણે ઉકેલ આવી જાય તેવી માંગ કરાઇ હતી. તેમ રાજુભાઇ પરમારે જણાવ્યું હતુ.

અત્રે નોંધનીય બની રહેશે કે, અમરેલી જિલ્લામાં ઓણસાલ સારો વરસાદ પડી ગયો છે અને હાલ પણ વરસાદી ઝાંપટા ચાલુ હોય ત્યારે શહેરનાં મોટાભાગના ડેમો ભરાઇ ગયા છે. ત્યારે સુકનેરા ડેમને સૌની યોજનામાં સામેલ કરવા માંગ્ કરી છે.

અન્ય સમાચારો પણ છે...