તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં ફ્રીમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં ફ્રીમાં અભ્યાસક્રમ મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા 5 થી 15 એપ્રીલ સુધી આરટીઈ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં 12 સેન્ટર ખાતે માત્ર 5 દિવસમાં 1569 અરજીઓ આવી છે. જેમાંથી જિલ્લાકક્ષાએ 737 અરજીઓ એપ્રુવલ કરી છે. તેમજ આગામી 20 અેપ્રિલ સુધીમાં તમામ અરજીઓ એપ્રુવલ કરી દેવામાં આવશે.

ગુજરાતના છેવાડાના ગામડાઓમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે હેતુસર દરેક શૈક્ષણિક સત્રમા RTE 2009 અંતર્ગત ખાનગી શાળાઓમાં સારૂ શિક્ષણ મળી શકે તે માટે ધોરણ-1ના બાળકોને પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રીયા 5 એપ્રીલથી 15 એપ્રીલ સુધી ચાલી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા 12 સેન્ટર પર ઓનલાઇન અરજીઓ રીસીવીંગ શરૂ કર્યા છે.

અમરેલી જિલ્લામાં પાંચ દિવસમાં જ 1569 ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારે તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતેથી માત્ર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે સબમીશન માટે 737 ફોર્મ આવ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે આગામી 20 અેપ્રિલ સુધીમાં તમામ તાલુકા કક્ષાના સેન્ટરો પરથી અરજીઓ એપ્રુવલ થઈને આવી જશે. અને તેને જિલ્લા કક્ષાએ પણ એપ્રુવલ કરી દેવામાં આવશે.

બાળકોને શિક્ષણનાં અધિકારી અંતર્ગત આ અરજી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...