તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવરકુંડલામાં ઇન્ટરનેટ પર ક્રિકેટનાં લાઇવ સ્કોર પર સટ્ટાનું નેટવર્ક ઝડપાયુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલામાં જેસર રોડ પર ગીતાંજલી સોસાયટીમાં રહેતો ઉમેશ મગનભાઇ જાજલ (ઉ.વ. 45) નામનો શખ્સ અહિં આવેલા એક જુના મકાનમાં આ સટ્ટો રમાડતો હતો. ઇન્ટરનેટ પર ગુરૂ એપ્લીકેશન પર આવતા ક્રિકેટના લાઇવ સ્કોર પર જુદા જુદા લોકોને સટ્ટા માટે જોડતો હતો.

દરમિયાન અમરેલી એલસીબીને આ અંગે બાતમી મળતા આઝાદ ચોકમાં આવેલા આ જુના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તે સમયે પણ ઉમેશ જાજલ જુદા જુદા મોબાઇલ પર સટ્ટો રમાડી રહ્યો હતો. જેને પગલે પોલીસે તેની પાસેથી રૂા. 45650ની રોકડ રકમ, રૂા. 9 હજારની કિંમતના પાંચ મોબાઇલ તથા એક મોટર સાયકલ, બોલપેન અને સટ્ટો રમાડવા માટેનું જુદુ જુદુ સાહિત્ય મળી કુલ રૂા. 94750 નો મુદામાલ કબજે લીધો હતો. અગાઉ પણ સાવરકુંડલામાંથી આ પ્રકારે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાયેલુ છે. ગઇકાલે ઝડપાયેલા નેટવર્કમાં વધુ કોઇ સંડોવાયેલુ છે કે કેમ ω તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો