તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભા પંથકમાં નવ વનરાજોએ કર્યુ પાંચ પશુઓનંુ મારણ, ભય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડના રેવન્યુ વિસ્તાર એવા ખાંભા તાલુકાના મોટા બારમણ, જામકા, કોદીયા, માલકનેસ ગામના રેવન્યુ વિસ્તારમાં ત્રણ બળદ, એક ગાય, એક નીલગાયનું 9 સિંહ સિંહણ દ્વારા મારણની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. જ્યારે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં વધારે પડતા સિંહો વસવાટ કરી રહ્યા છે. તેના અને હાલ આ તમામ સિંહો રબારીકાનું રિઝર્વ ફોરેસ્ટ વિભાગની કહેવાતી અનામત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા લાગ્યા છે. ત્યારે મોટા બારમણમાં એક સિંહ દ્વારા એક બળદનું મારણ તેમજ જામકામાં 3 સિંહ 2 સિંહણ દ્વારા 1 બળદનું મારણ, કોદીયામાં 2 સિંહ દ્વારા 1 ગાય 1 બળદનું મારણ, માલકનેસ ડેડાણ રોડ ઉપર 1 સિંહણ દ્વારા 1 નીલગાયના મારણની ઘટના બની હતી. સિંહો અનામત વિડી છોડી રેવન્યુ વિસ્તારમાં જ હાલ પડયા પાથર્યા રહે છે. કારણ કે અહી સિંહોને રેવન્યુ વિસ્તારમાં જરૂરિયાત મુજબનું મારણ તેમજ પાણી પીવા મળી જાય છે. જ્યારે અનામત વિડીમાં પાણી અને મારણની અછત હોવાના કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં વધારે રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ગામોમાં સિંહો દ્વારા કરવામાં આવેલા મારણ માનવ રહેણાંક વિસ્તાર નજીક જ કરવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...