તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 1072 બેનર અને પોસ્ટર્સ, ભીંતસૂત્રો હટાવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પગલે આચારસંહિતના અમલીકરણ અંતર્ગત 1072 બેનર્સ, હોર્ડિંગ્સ અને ભીંતસૂત્રો હટાવવામાં આવ્યા છે. જિલ્લામાં આચારસંહિતાનું કડકપણે અમલીકરણ કરાવવા માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. અમરેલી જિલ્લામાં આવેલી જાહેર અને ખાનગી ઇમારતો પરથી 149 ભિતસૂત્રો, 373 સ્પોટર, 331 બેનર અને 219 ચોપનીય અને ઝંડીઓ મળી કુલ 1072 હટાવવામાં આવી છે. જિલ્લામાં આચાર સંહિતાનું કડક પણે અમલ થાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં પણ કોઈ પણ ફરિયાદ મળે તો તાત્કાલિક પણે અમલ કરાશે.

ચૂંટણી દરમિયાન નાગરિકોને ફરિયાદ માટે જિલ્લા ચૂંટણી શાખામાં એક વિશેષ કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ નાગરિકો માટે ઓનલાઈ સીધી ફરિયાદ કરવા માટે સિવિજીલ એપ્લી કેશન પણ લોન્ચ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...