અમરેલી નગરપાલિકામાં વર્ષના અંતે પણ 6.29 કરોડનો વેરો બાકી
અમરેલી નગરપાલિકામાં વર્ષના અંતે પણ 6.29 કરોડનો વેરો બાકી બોલી રહ્યો છે. ત્યારે શહેરમાં 41 હજાર મિલકત ધારકોમાંથી 19 હજાર મિલ્કત ધારકોએ પાલિકાને વેરો ભર્યો જ નથી. ત્યારે હવે પાલિકાની વેરાશાખા દ્વારા ઘોડા છૂટ્યા બાદ તબેલા બાંધવા જેવી વાત એટલે કે નળ કનેક્શન અને મિલકત સીલ કરવાની વાત વર્ણવી રહ્યું છે.
અમરેલી નગરપાલિકામાં 2018- 19માં 12 કરોડનો વેરો બાકી બોલી રહ્યો હતો. જેમાંથી વેરાશાખા દ્વારા વર્ષના અંત સુધીમાં માત્ર 5.71 કરોડ વેરો વસૂલી શકી હતી. શહેરમાં કુલ 41 હજાર મિલકતો આવેલી છે. પણ આ વર્ષના અંત સુધીમાં માત્ર 22 હજાર મિલકતનો વેરો જ પાલિકામાં જમા થયો છે.
શહેરમાં 19 હજાર લોકોએ પાણીવેરો, વીજળીવેરો, સફાઈ વેરો અને મિલકતવેરો ભર્યો જ નથી. ત્યારે નગરપાલિકાની વેરાશાખા દ્વારા એક વર્ષ સુધી તો કોઈ કામગીરી કરવામાં જ આવી નથી અને હવે વર્ષ પૂર્ણ થયા બાદ મિલકતો સિલ મારવા અને નળ કનેક્શન કાપવાની વાતો કરી રહ્યું છે. ત્યારે પાલિકા આગામી દિવસમાં બાકી રહેલા 6.29 કરોડ વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરશે.
જીઆઈડીસી વિભાગ વેરો ભરતું જ નથી : વેરાશાખા
અમરેલી પાલિકાની વેરાશાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં જીઆઇડીસી વિસ્તાર વેરો ભરતા જ નથી.