રામપુરમાં પરીણીતાને માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

Amreli News - in rampur the girl was thrown out of the house by a man with harassment 055517

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
વડીયાના રામપુર ગામની પરણિતાને સાસરીયાઓએ વારંવાર માનસીક ત્રાસ આપી ઘરમાથી કાઢી મુકતા આ અંગે 6 સાસરીયા સામે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પરણિતાની રાવના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વડીયાના રામપુર ગામે રહેતા રીનાબેન નરેશભાઇ મિયાત્રાને તેમના સાસરીયાના કાંતાબેન ચંદુભાઈ મિયાત્રા, પતિ નરેશભાઈ ચંદુભાઈ મિયાત્રા, અનસુયાબેન ચંદુભાઇ, વિજયાબેન ભુપતભાઇ, બાબાપુરના ભુપતભાઈ કરશનભાઈ ચાવ અને રાયપરના રાજાભાઈ ચાવ વારંવાર માનસીક ત્રાસ આપી રહ્યા હતા. તેમજ મહિલાને ઘરમાંથી હાકી કાઢી હતી.

જેના પગેલે આઠ માસ પહેલા રીનાબેન પોતાના માવતરે આવતા રહ્યાં હતાં. આ અંગેની તમામ 6 સાસરીયા સામે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પરણિતાએ તેમને ન્યાય આપવા પોલીસ પાસે ગુહાર લગાવતા પોલીસે આ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની તપાસ હેડ કોન્સટેબલ સી. બી. ટીલાવત ચલાવી રહ્યાં છે.

X
Amreli News - in rampur the girl was thrown out of the house by a man with harassment 055517
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી