તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાપાળીયામાં જુનું મનદુ: ખ રાખી બે પાડોશી બાખડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી તાલુકાના લાપાળીયા ગામે રહેતા રવજીભાઇ ગોબરભાઇ ખેતરીયા નામના યુવકને અગાઉનુ મનદુખ રાખી રમેશ દાનાભાઇ ખેતરીયા નામના શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત હિરાબેન દાનાભાઇ, અનુબેન, દાનાભાઇ રામાભાઇએ છુટા પથ્થરના ઘા ઝીંકી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જયારે રમેશભાઇ દાનાભાઇ ખેતરીયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અગાઉનુ મનદુખ રાખી તેની પત્નીનુ બાવડુ પકડી માર મારતા હોય વચ્ચે પડતા ગીરીશ રવજી ખેતરીયા, સંદીપ રવજી, દુદા ગોબર અને રવજી ગોબર, ચંદ્રિકા રવજી, રેખા રવજીએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઢીકાપાટુનો મારમારી ગાળો આપી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એન.બી.ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો