તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાલીયા ગામે બે પરિવાર વચ્ચેનાં 40 વર્ષ જૂના વેરમાં એકની હત્યા થઇ આખરે સુખદ સમાધાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ કહેવાય છે કે વેરથી વેર શમે નહી, અવેરે જ વેર શમે. આ ઉક્તિને સાર્થક કરતી ઘટના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે આહિર પરીવારમા આજે બની હતી. એક સામાન્ય બાબતે થયેલ બોલાચાલીમા થયેલ હત્યાની ઘટના બાદ આજે ચાલીસ વર્ષે બે પરીવારોના એક હજાર લોકોનુ સમાધાન સુખદ બન્યુ છે.

આખી ઘટના ઉપર નજર કરીએ તો આજથી ચાલીસ વર્ષ પહેલા આ ખાંભલીયા ગામે રહેતા વાઘ પરીવાર અને વાવડીયા પરીવારમા સામાન્ય બાબત ખેતરના રસ્તે ચાલવા બાબતે બોલાચાલી થતા કરાઈ હતી. એક હત્યા..ત્યારબાદ આ બાબતે કોર્ટમા કેસ પણ ચાલી ગયો જેને આજે 35 વર્ષ થઈ ગયા પરંતુ આ બે પરીવારોનુ વેર શમ્યુ જ નહી. આ બાબતે આ વિસ્તારના આગેવાનો સંતો અને પરીવારોના મોભીઓ દ્વારા સમાધાન માટેના અનેક પ્રયત્નો થવા છતા પરીણામ મળ્યુ ન્હોતુ.

ત્યારે આજે ખાંભલીયા ગામે આ બે પરીવારોને છેલ્લા કેટલાક વર્ષથી સંતો દ્વારા અને જ્ઞાતિ આગેવાનો તરફથી સમજાવટની મહેનત આજે રંગ લાવી અને આજે ભાવનગરના શિહોરની જગ્યાના જીણારામબાપુ સાવરકુંડલા માનવ મદિરના ભક્તિરામબાપુ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરની હાજરીમા આહિર પરીવારના લોકોએ ચા અને ચોકલેટની પ્રસાદીઓ આપી વર્ષો જુની વેરની આગને કાયમ માટે ઠારવામા આવી હતી.

બંને પરિવારોએ વેરઝેર ભૂલવાનો નિર્ધાર કર્યો
આ બંને પરીવારોએ સંતોની અને ધારાસભ્યની હાજરીમા જ એક બીજાને મળી વર્ષો જુના વેરને ભુલવાનો નિર્ધાર કરી રહ્યા છે.આ ઘટના બાદ આ ખાંભલીયાના તમામ લોકો સાધુ સંતો સાથે બાજુમા આવેલ દેવકા ગામે વાવડીયા પરીવારના ઘેર ગયા હતા. અને ત્યાં પણ આવનાર વાઘ પરીવારનુ સન્માન કરી ભેટે મળ્યા હતા. આમ સંતો અને આગેવાનોની હાજરીમા જાણે કોઇ મોટો ઉત્સવ હોય તેવો માહોલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...