જૂનાગઢમાં જૂના મનદુ:ખને લઇને બે પરિવાર બાખડ્યા

Dhari News - in junagadh two families have been interrupted by old manhood 023022

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:30 AM IST
જૂનાગઢના ધારાગઢ દરવાજા પાસે રહેતો નવાઝ ફારૂક મકવા નામનો યુવાન બાઇક લઇને એ જ વિસ્તારમાંથી પસાર થયો તે દરમિયાન ગુલઝાર મુરાદ, રૂક્સાર અને અફસાનાબેને બાઇક રોકાવી ગાળો કેમ દેતો હતો તેમ કહી ઢીકા-પાટુ અને ધારીયા વડે મારમારી બાઇકમાં નુકશાની કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સામે પક્ષે ગુલજાર મુરાજ ચોટીયારાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો ભાઇ ઘર બહાર બેઠો હતો તે દરમિયાન નવાઝ ફારૂકે ત્યાંથી બાઇક લઇને પસાર થયો અને ગાળો બોલતા બોલાચાલી થઇ હતી જેમાં નવાઝ ફારૂકે ગુલજારના ભાઇને ઢીકા-પાટુનો મારમારતા ગુલજારભાઇ અને તેમની માતા વચ્ચે પડ્યા જેમને નવાઝે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બન્ને પરિવારનો મારામારીમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે એ ડિવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી આગળની પીએસઆઇ કે.બી.લાલકા ચલાવી રહ્યા છે.

X
Dhari News - in junagadh two families have been interrupted by old manhood 023022

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી