તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાવડકા ગામે પરિણીતાને પતિ અને સાસુએ માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાબાના ગાવડકા ગામે રહેતી એક પરિણિતાને તેના પતિ અને સાસુએ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી તેમજ તેના દિકરાને સાથે લઇ જતા આ બારામા તેમણે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

પરિણિતાને મારમાર્યાની આ ઘટના ગાવડકા ગામે બની હતી. ગાવડકા ગામે રહેતા માધવીબેન મેહુલભાઇ મોઢવાડીયા (ઉ.વ.21) નામની પરિણિતાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવાયું હતુ કે તેના પતિ મેહુલભાઇ તેમજ સાસુ શારદાબેન કુંકાવાવથી ગાવડકા આવ્યા હતા.

બંનેએ તુ મારા દિકરા દક્ષ મને આપી દે જેથી તેણે દક્ષને આપવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. અને તેના દિકરાને લઇ ગયા હતા. બનાવ અંગે એએસઆઇ ડી.બી.સોલંકી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...