અમરેલીમાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો માટે વિવિધ ચિન્હો ફાળવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી લોકસભા સીટ માટે 13 ઉમેદવારો પૈકી 9 અપક્ષ ઉમેદવારો છે. આ દરેક ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરતી વખતે પોતાની પસંદગીના ત્રણ ચૂંટણી પ્રતીકો વહીવટીતંત્ર સમક્ષ લખીને જણાવ્યા છે. હવે ચૂંટણીપંચ દ્વારા તેમને શક્ય હોય તો તેમના પસંદગીના ચિન્હોમાંથી કોઈ ચિન્હ આપવા પ્રયાસ કરાશે. અન્યથા પંચ દ્વારા પોતાની રીતે પ્રતીક ફાળવવામાં આવશે. આ ઉમેદવારોને ઓટો રીક્ષા, બેટ, કેમેરો, હેલ્મેટ, બ્રશ, ટ્રેક્ટર ચલાવતો ખેડુત, ગેસનો ચૂલો, ટીવી, ટેબલ, ટીલર, ઘડો, હીરો, ટ્રક, રોડ રોલર, ફોન ચાર્જર વિગેરે જેવા પ્રતીકોમાંથી કોઈપણ પ્રતીકો ફાળવાશે.

અમરેલી સીટ પર એક જ પ્રકારનું ચૂંટણી પ્રતીક એકથી વધારે અપક્ષ દ્વારા માંગવામાં આવ્યું હોય તેવું પણ બન્યું છે. જેને પગલે હવે કયું ચિન્હ કોને ફળવવું તે કલેક્ટર દ્વારા નક્કી કરાશે.

ચૂંટણીપંચ દ્વારા 140 પ્રતીકોમાંથી ફાળવણી
ચૂંટણીપંચ દ્વારા માન્ય રાજકીય પક્ષોને તેમના નિર્ધારિત ચૂંટણી પ્રતીકો અગાઉથી જ ફાળવી દેવાયા છે. જ્યારે અપક્ષ ઉમેદવારી કરનારા લોકોને પ્રતીકોમાંથી કોઈપણ પ્રતીક ફાળવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...