અમરેલી પંથકમા પાછલા ઘણા દિવસોથી ઠંડીનો પારો 10 ડિગ્રીથી

Amreli News - in amreli the mercury was up by 10 degrees from the last few days 020124

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:01 AM IST

અમરેલી પંથકમા પાછલા ઘણા દિવસોથી ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જ રહેતો હતો જેને પગલે હાડ થિજાવતી ઠંડીએ લોકોને થરથર ધ્રુજાવી દીધા હતા. જો કે હાલ વહેલી સવારે અને રાત્રીના સમયે કડકડતી ઠંડી પડી રહી છે.

અમરેલી શહેરમા હાલ વહેલી સવારે અને રાત્રીના સમયે જ કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. સુર્યનારાયણ ઉગતાની સાથે જ આખો દિવસ વાતાવરણ હુંફાળુ જોવા મળી રહ્યું છે. જેને પગલે લોકોએ કડકડતી ઠંડીથી થોડી રાહત અનુભવી રહ્યાં છે. શિયાળાનો આરંભ મોડો થયો હતો. પરંતુ અહી ઠંડીના એક રાઉન્ડમા ઠંડીનો પારો છેક 7.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત અહી થોડા દિવસથી પારો સતત ગગડતો જ રહ્યો હતો.જો કે હાલ ઠંડીમા થોડી રાહત જરૂરી અનુભવાઇ રહી છે. અહી વહેલી સવારે અને રાત્રીના જ કડકડતી ઠંડી પડી રહી છે. અહી તાપમાન હવે 10 ડિગ્રીથી ઉંચુ જતુ રહ્યું હોય લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહી થોડા સમય પહેલા પવનના સુસવાટાએ પણ લોકોને કંપાવી દીધા હતા. અને કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળતા જનજીવન પણ ઠુંઠવાઇ ગયું હતુ.

X
Amreli News - in amreli the mercury was up by 10 degrees from the last few days 020124

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી