તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી સિવીલ હોસ્પિટલમાં હવે અશક્ત દર્દીઓનો એકસ-રે પથારીમાં જ થઇ જશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમા શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓને આરોગ્યની પુરતી સેવા મળી રહે તે માટે પ્રયાસ કરવામા આવી રહ્યાં છે. દિન પ્રતિદિન સુવિધામા વધારો પણ કરવામા આવી રહ્યો છે. તાજેતરમા અહી ડિઝીટલ એકસ-રે મશીન પણ વસાવવામા આવ્યું છે. જેને પગલે અશકત અને ચાલી ન શકતા હોય તેવા દર્દીઓને તેની પથારીમા જ એકસ-રે પાડી રિપોર્ટ આપી શકાશે.

સરકારી સિવીલ હોસ્પિટલનો વહિવટ ગજેરા ટ્રસ્ટ દ્વારા સંભાળવામા આવ્યા બાદ દિનપ્રતિદિન હોસ્પિટલમા જરૂરી સગવડતાઓ વધારવામા આવી રહી છે. હાલ અહી તમામ રોગોના નિષ્ણાંત તબીબો પણ સેવા આપી રહ્યાં હોય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અહી આઇસીયુ વોર્ડ, થેલેસીમીયા દર્દીઓ માટેનો વોર્ડની પણ સુવિધા ઉભી કરવામા આવી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામા દર્દીઓ આરોગ્યની સેવાનો લાભ લઇ રહ્યાં છે. તાજેતરમા અહી ડિઝીટલ એકસ-રે મશીન પણ વસાવવામા આવ્યું છે. અશકત તેમજ ચાલી ન શકે તેવા દર્દીઓને પથારીમા જ એકસ-રે પાડી રિપોર્ટ આપી શકાય તેવી સુવિધા ગોઠવાઇ છે. આ ઉપરાંત અહી દર્દીઓને સવારે ચા નાસ્તો તેમજ બપોરે અને સાંજે વિનામુલ્યે ભોજન પણ પીરસવામા આવી રહ્યું છે. ટ્રસ્ટના વસંતભાઇ ગજેરા, સિવીલ સુપ્રિટેન્ડેન્ટ પંડયા, આરએમઓ કાપડીયા, પીન્ટુભાઇ ધાનાણી સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને પુરતા પ્રમાણમા આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો