તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં અેસટી ડેપાેના ચાેથા માળેથી પડી જતાં યુવકનંુ માેત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમાં નવા બની રહેલા એસટી ડેપોની બિલ્ડિંગમાં ચોથા માળેથી પડી જતાં યુવકને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યાે હતાે. અહી યુવકનુ સારવાર દરમિયાન તેનુ માેત નિપજયું હતુ. જયારે અન્ય અેક ઘટનામા ખાંભા તાબાના નેસડી ગામે પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારી વિજપાેલ ઉપરથી પડી જતા તેને ઇજા પહાેંચી હતી. યુવકના માેતની અા ઘટના અમરેલીમા બની હતી. અમરેલીમાં નવા બની રહેલા એસટી ડેપો બિલ્ડિંગમાં ચોથા માળેથી પ્રવીણભાઈ જાનીયાભાઈ શિંગાળા ઉંમર વર્ષ 22 નામનો યુવક અચાનક નીચે પટકાતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં અાવ્યાે હતાે. અહી તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. આ બારામા ગુલ્લીબેન જાનીયાભાઇઅે અમરેલી સીટી પાેલીસ મથકમા જાણ કરી છે.

જ્યારે ખાંભાના નેસડી ગામે પ્રવીણભાઈ અમરાભાઇ ચાવડા પીજીવીસીએલમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હોય તેઓને સુધીમાં વાડી વિસ્તારમાં ઈલેક્ટ્રીક રીપેરીંગ કામ કરવા થાંભલે ચઢી ગયા હતા. ત્યારે અચાનક વીજ શોક લાગતા તેઓ નીચે પટકાયા હતા. તેમને હાથના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બારામાં જયાબેન પ્રવીણભાઈ ચાવડાએ ખાંભા પોલીસ મથકમાં જાણ કરી હતી.

નેસડીમાં વિજપાેલ પરથી પડી જતાં વિજ કર્મચારીને ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો