તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1985માં વડા પ્રધાન રાજીવ,1990માં મોદીનું અમરેલીમાં પ્રચાર માટે થયું હતું આગમન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં લોકસભાની ચુંટણી દરમિયાન સ્ટાર પ્રચારકોનું સતત આગમન થઇ રહ્યુ છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ 18મીએ અમરેલીમાં આવી રહ્યાં છે. પણ અમરેલીમાં ચુંટણીમાં પ્રચાર માટે દેશના વડા પ્રધાન આવતા હોય તેવુ કાંઇ પ્રથમ વખત બનવા નથી જઇ રહ્યું. 1985ની સાલમાં પણ ચુંટણી પ્રચારમાં તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધી અને 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી આવી ચુક્યા છે. 29 વર્ષ પહેલા 1990ની સાલમાં પણ મોદી અમરેલીમાં પ્રચાર માટે આવ્યા હતાં.

વર્ષ 1990માં દિલીપ સંઘાણી અમરેલીમાં વિધાનાસભાની ચુંટણી લડી રહ્યાં હતાં. ત્યારે નરેન્દ્ર મોદી તેમના પ્રચાર માટે અમરેલી આવ્યા હતાં અને જાહેર ચોકમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે પ્રચારમાં સ્વ. ગોધુમલ આહુજા સાથે તેઓ અમરેલી આવ્યા હતાં. વડા પ્રધાન બન્યા બાદ વર્ષ 2017માં પણ નરેન્દ્ર મોદી અમરેલી જીલ્લામાં ચલાલામાં ચુંટણી સભા કરી ચુક્યા છે. હવે વડા પ્રધાન તરીકે તેઓ ફરી એક વાર 18મીએ અમરેલીમાં આવશે. 15મીએ રાહુલ ગાંધી અમરેલી આવી રહ્યાં છે. તેમના પિતા રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે 1985ની સાલમાં વિધાનસભાની ચુંટણીમાં પ્રચાર માટે અમરેલી આવ્યા હતાં.34 વર્ષ પહેલા અમરેલીમાં મંજુલાબેન પટેલે ઉમેદવારી કરી હતી. અમરેલીમાં એરપોર્ટ પર પગ મુકતા જ તેમણે મંજુલાબેનને પુછ્યુ હતું કે બધુ બરાબર છે ને ? 1985માં વડા પ્રધાન રાજીવ ગાંધીએ મંજુલાબેન માટે પ્રચાર કર્યો અને તેઓ ચુંટણી હારી ગયા. 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલીપ સંઘાણી માટે પ્રચાર કર્યો અને તે હારી ગયા. હવે કોંગ્રેસ આ ક્રમ જળવાઇ રહે તેવુ ઇચ્છશે. જ્યારે ભાજપ આ ક્રમ તુટે તેવુ ઇચ્છશે.

અન્ય સમાચારો પણ છે...