તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીની સિવીજીલ એપ્લીકેશનમાં કેવી રીતે કરશો ઓનલાઈન ફરિયાદ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ પણ નાગરીક પોતાનું નામ જાહેર કરીને કે ન કરીને cvigil એપ્લીકેશન મારફત ફરિયાદ મોકલી શકે છે. નાગરીકોને આચાર સંહિતાના ભંગની ઘટનાઓના એપ્લીકેશનમાં લાઈવ ફોટા અથવા વિડીયો ઉતારી ફરિયાદ નોંધાવી શકે છે.નાગરીકો આ એપ્લીકેશન મારફત નાણાં વિતરણ, ઉપહારો અથવા ગીફટનું વિતરણ, દારૂ વિતરણ, પરવાનગી વિના પોસ્ટરો અને બેનરો, પરવાનગી વિના વાહનો, પેઈડ ન્યૂઝ, મિલકતનો દુરઉપયોગ, મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા બાબત, મતદાન મથકની 200 મીટરમાં ચૂંટણી પ્રચાર, પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચાર, ધાર્મિક, કોમી વક્તવ્ય અથવા સંદેશા આપવા, મંજૂરી સમય બાદ માઈક વગાડવું અને એકરાર કર્યા સિવાયના પોસ્ટર લગાડવા જેવી બાબતો પર ફરિયાદ કરી શકે છે.

આ ઉપરાંત ચૂંટણીમાં મતદારયાદી માહિતી કે ફરિયાદ માટે 1950 ટોલ ફ્રી જાહેર કરાયો છે.

ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
ઉમેદવારના ખર્ચ સંબંધીત માહિતી મેળવવી કે કોઈ ફરિયાદ કરવા માટે નાગરીકો માટે 1800-233-2892 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...