તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી ફરજના કર્મચારી મતદાન પ્રક્રિયા કેટલી જાણે છે ?- ટેસ્ટ લેવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુંટણી આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિસાઇડીંગ ઓફિસર અને પોલીંગ સ્ટાફ સહીતના ચુંટણી ફરજના કર્મચારીઓ ઇવીએમ, વીવીપેટ વિગેરેના ઉપયોગ અંગે કેટલુ જાણે છે ? તે જાણવા તમામ કર્મચારીઓનો ટેસ્ટ લેવામા આવ્યો હતો જેમા તેમને 45 પ્રશ્નો પુછાયા હતા. અમરેલી ખાતે કમાણી ફોરવર્ડ હાઇસ્કુલમા ચુંટણી ફરજમા રોકાનારા આ કર્મચારીઓની મિટીંગ યોજવામા આવી હતી જેમા તેમને પ્રોજેકટર દ્વારા ચુંટણી પ્રક્રિયા કઇ રીતે કરાવવી તે અંગેનુ માર્ગદર્શન અપાયુ હતુ. સાથે સાથે એક રીતે તેમની લેખિત પરીક્ષા પણ લેવામા આવી હતી. તમામ કર્મચારીને ઓપ્શનલ ટેસ્ટ પેપર આપી જુદાજુદા 45 પ્રશ્નોના જવાબ મંગાયા હતા. કર્મચારીઓને ઇવીએમ ઓપરેટ કરતી વખતે સૌથી પહેલા શું ચાલુ કરશો ?, ટોટલ બટન કયારે દબાવી શકાય ?, વીવીપેટ ચાલુ થશે ત્યારે કેટલી કાપલી આપોઆપ નીકળશે ?, મતદાન પુર્ણ કરતી વખતે સૌથી પહેલા કયુ મશીન બંધ કરવુ ?. મોકપોલ મતદાનના સમય કરતા કેટલી મિનીટ પહેલા શરૂ કરવુ ?. મતદારની સહી કે અંગુઠાનુ નિશાન કયા રજીસ્ટરમા લેવાય છે ?. પ્રમુખ અધિકારનુ એકરારનામુ કેટલા ભાગમા હોય છે ? વિગેરે જેવા 45 પ્રશ્નો પુછવામા આવ્યા હતા. અને બાદમા આ પ્રશ્નોના સાચા જવાબો જાતે જ કર્મચારીઓએ ચેક કર્યા હતા અને કર્મચારીઓએ જાતે જ નક્કી કર્યુ હતુ કે તેમની પાસે કેટલી જાણકારી છે અને કેટલી ખુટે છે.

અન્ય સમાચારો પણ છે...