અમરેલીમાં આકરી ગરમીમાં આંશિક રાહત, પારો 41 ડિગ્રી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમા આમ તો પાછલા એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી તાપમાનનો પારો સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. જો કે આજે કાળઝાળ ગરમીમાથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી. હવામા ભેજનુ પ્રમાણ વધતા અને પવનની ગતિ વધુ રહેતા લોકોએ હાશકારો જરૂર અનુભવ્યો હતો. આજે શહેરનુ મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયુ હતંુ.

અમરેલી શહેરમા થોડા દિવસ પહેલા સમગ્ર રાજયમા સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતુ. જેને પગલે લોકોએ જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવો અહેસાસ કર્યો હતો. આજે શહેરનુ મહતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 22.6 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 76 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8.7 કિમીની નોંધાઇ હતી. બપોરના સુમારે આકરો તાપ અને લૂ ફુંકાતી હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. જો કે હાલ તાપમાનમા થોડા ઘટાડો નોંધાતા ગરમીમાથી આંશિક રાહત અનુભવાઇ રહી છે. હવામા ભેજનુ પ્રમાણ અને પવનની ગતિ વધુ રહેતી હોય લોકો આકરી ગરમીથી રાહત મેળવી રહ્યાં છે. આમ તાપમાન ગગડતા લોકોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...