તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરામાં ઉત્કર્ષ મહિલા સંધ દ્વારા હરિદ્વારનો પ્રવાસ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાના ઉત્કર્ષ મહિલા સંઘના મંજુલાબેન શાહ અને મધુબેન સાંગાણી દ્વારા હરિદ્વાર અને મથુરાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ બહેનો માટે અત્યન્ત રાહત દરમાં રાખવામાં આવ્યો છે.

આ વર્ષે ભયંકર ગરમી પડી રહી છે. ગરમીમાંથી રાહત માટે શીતળ, શાંતિ અને આનંદ માટે બાબરાની ઉતકર્ષ મહિલા સંઘે પ્રવાસનું આયોજન કર્યું છે. આ પ્રવાસ 13 થી25 મે સુધી બાબરાથી બહુચરાજી, મોઢેરા, સિદ્ધપુર, ઊંઝા, અંબાજી, કોટેશ્વર, પુષ્કર, મથુરા, વૃંદાવન, ગોકુળ, બરસાના, જતીપુરા, આગ્રા, હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી, જયપુર, કાંકરોલી, નાથદ્વારા, કૈલાસપુરી, ઉદયપુર, કેસરિયજી, શામળાજી અને સારંગપુર થી બાબરા પરત ફરશે. આ પ્રવાસમાં 32 મહિલાઓને લઈ જવામાં આવશે. તેમજ સ્લીપિંગ બસ સેવા આપશે. વધુ માહિતી માટે મંજુલાબેન શાહ અને મધુબેન સાંગાણીનો સંપર્ક કરવા યાદીમા જણાવાયું છે. આમ, આકરી ગરમી થી બચી મહિલાઓ 12 દિવસ અગલ-અગલ સ્થળે પ્રવાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...