અમરેલી શહેરમાં ગુર્જર સગર સમાજના સમુહ લગ્ન સંપન્ન

Amreli News - gurgaar sagar samaj community in amreli city is married 020041

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:00 AM IST
અમરેલી ગુર્જર સગર સમાજના સમુહ લગ્ન દરમિયાન અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદીમાં સારા માઠા પ્રસંગોએ થતા ખોટા ખર્ચા બંધ કરી શિક્ષણને પ્રધાન્ય આપવાનું છે. ત્યારે સગર સમાજે તે દિશામાં કામ કર્યું છે. દિકરીઓને દાન કરતા દાતા હિમતભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે સગર સમાજ અન્ય સમાજના સારા કામ માટે હમેશા છુટા હાથે દાન આપ્યું છે.

સમુહ લગ્નમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા -લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, લગ્ન સમિતીના સુરેશભાઈ સાવલીયા, હનુભાઈ ધોરાજીયા, કિશોરભાઈ કીકાણી અને કૌશીકભાઈ વેકરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભગીરથ ગુર્જર સમાજ સેવા ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

X
Amreli News - gurgaar sagar samaj community in amreli city is married 020041
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી