તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુવાર 100 રૂપિયે કિલો, ભીંડાનાં 60, દુધી 30 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી શહેરમા એકાએક શાકભાજીના ભાવ ઉંચકાઇ જતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાઇ ગયુ છે. અહી સ્થાનિક શાકભાજીની આવક નહિવત હોય અને અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાથી શાકભાજી આવતુ હોય હાલ ભાવ ઉંચકાયો હોવાનુ વેપારીઓ જણાવી રહ્યાં છે. શાકભાજીના ભાવ ઉંચકાતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હાલ મુશ્કેલી પડી રહી છે. હજુ આગામી બે મહિના સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવુ વેપારીઓ જણાવી રહ્યાં છે.

અમરેલીની શાકમાર્કેટમા પાછલા પંદરેક દિવસથી શાકભાજીનો ભાવ ઉંચકાઇ રહ્યો છે. હાલ ગુવાર, તુરીયા, ભીંડો, ટમેટા, કોબી, ફલાવર, રીંગણા, દુધી સહિતના શાકભાજીના ભાવો રૂપિયા 100ને પાર રહેતા હોય શાકભાજી લેવા આવતી મહિલાઓ પણ કયુ શાક લેવુ અને કયુ ન લેવુ તેની અસમંજસ અનુભવી રહી છે. હાલ તો ઉનાળાની સિઝનમા આ પ્રકારની સ્થિતિ સર્જાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

તો બાબરાની શાકમાર્કેટમા પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહી પણ ગુવાર, ભીંડો, ટમેટા, કોબી, રીંગણા, દુધી, તુરીયા, ગુવાર સહિતના ભાવો પણ કિલોના રૂપિયા 100 રહેતા ગૃહિણીઓ મુશ્કેલીમા મુકાઇ છે. આટલા મોંઘા લીલા શાકભાજી કઇ રીતે ખરીદવા તેની મૂંઝવણમાં અને ચિંતામાં સામાન્ય નાગરિક પડયો છે.

શાકમાર્કેટમાં આટલુ મોંઘુ શાક ખરીદી કરીને ફેરી કરતા ફેરિયાઓ પણ રજા રાખી રહ્યા છે. સામાન્ય રીતે શહેરની દરેક સોસાયટી અને વિસ્તારમાં શાકભાજીના ફેરિયા શાકમાર્કેટમાં ખરીદી કરીને વેચવા માટે જતા હોય છે પણ સિસકારા બોલાવે એવો ભાવ હોવાથી ફેરિયાઓ પણ શાકભાજીની ખરીદીથી દૂર રહે છે.

છેલ્લા 5 દિવસથી ભાવ ઉંચકાયા, બે માસ સુધી ભાવ ઉંચો રહેશે-વેપારી
અમરેલી શાકમાર્કેટના વેપારી મુન્નાભાઇએ જણાવ્યું હતુ કે પાછલા પંદરેક દિવસથી ભાવ ઉંચકાયા છે. આગામી બે માસ સુધી હજુ પણ ભાવ ઉંચા રહે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. હાલ અમદાવાદ, વડોદરા સહિત શહેરોમા શાકભાજી આવી રહ્યું છે. સ્થાનિક શાકભાજીની આવક ઓછી છે.તસવીર-રાજુ બસીયા

શાકભાજીનો ભાવ કિલો લેખે
ગુવાર રૂ.100

ભીંડો રૂ.60

ફલાવર રૂ.40

ગલકા રૂ.40

ટીંડોરા રૂ.60

દુધી રૂ.30

કારેલા રૂ.60

તુરીયા રૂ.60

અન્ય સમાચારો પણ છે...