તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં શહેરના આજથી આ 214 સીસીટીવી કેમેરા થકી શહેરમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમાં શહેરના આજથી આ 214 સીસીટીવી કેમેરા થકી શહેરમાં ખુણે ખુણા પર પોલીસની નજર રાખતો કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરની અંદર આવતા અને જતા તમામ વાહનો અને લોકો પર પણ દેખરેખ રહેશે. સ્વાભાવિક રીતે જ પોલીસને અનેક ગુનાઓનો ભેદ ખોલવામાં આ કેમેરા મદદરૂપ થશે. અમરેલી શહેરના કોઇપણ માર્ગ પરથી કોઇપણ વાહન કે લોકો શહેરમાં પ્રવેશે કે બહાર નિકળશે તેના પર પોલીસની બાજ નજર રહેશે. એટલુ જ નહી શહેરની અંદર પણ તમામ મુખ્ય માર્ગો પર દરેક ગતિવિધિ પર પોલીસ સીસીટીવી કેમેરા મારફત 24x7 સતત નજર રાખશે. અમરેલી શહેરમાં આ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત થોડા સમય પહેલા તમામ મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતાં. જો કે આ કેમેરા શરૂ કરાયા ન હતાં.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે આ પ્રોજેક્ટના શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તેમણે ત્યાંથી અમરેલીના પ્રોજેક્ટનો પણ આરંભ કરાવ્યો હતો. શહેરમાં એન્ટ્રી અને એકઝીટના પોઇન્ટ પર આવા 214 કેમેરા લગાવવામાં આવ્યા છે અને અહિંની એસપી કચેરી ખાતે સીસીટીવી કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્ચાર્જ પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી એમ.એસ. રાણાની ઉપસ્થિતીમાં આ કામગીરી શરૂ થઇ હતી. પીઆઇ એસ.બી. પટેલ, પીએસઆઇ જી.જે. સોલંકી, જે.જે. ઠાકોર, પી.બી. ત્રિવેદી, એ.યુ. સબીબી, એમ.જે. કડછા, ડી.સી. સાકરીયા ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો