તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વર્ષમાં 5 લાખથી વધુ દર્દીઓની કરાઇ વિનામૂલ્યે સારવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તથા આસપાસની જનતા માટે વિદ્યગુરૂ ફાઉન્ડેશન સંચાલીત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ આશિર્વાદરૂપ બની છે. અહિં સારવાર માટે આવનારા દર્દી એકપણ રૂપીયો ખર્ચયા વગર સાજો થઇ બહાર નિકળે છે.

ચાર વર્ષ પહેલા આ માનવ સેવાનો યજ્ઞ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં પાંચ લાખ દર્દીઓની સારવાર કરાઇ છે. હવે અહિં આધુનિક હોસ્પિટલ બિલ્ડીંગનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. 14મીએ મોરારીબાપુના હસ્તે તેનું ભૂમિપૂજન થશે અને નેચરોપથી વિભાગનું લોકાર્પણ થશે.

વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા આ માટે બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ તકે સાહિત્યકારોનું સન્માન પણ કરાશે. અહિં ચાર વર્ષ પહેલા દર્દી નારાયણની સેવાયજ્ઞના બિજ હોમાયા હતાં. અહિંના ખાદી કાર્યાલય પરીસરમાં ચાલી રહેલી આ હોસ્પિટલ સમાજના દરેક વર્ગના લોકો માટે આર્શિવાદરૂપ છે. કારણ કે દર્દી માટે નિદાનથી લઇ સારવાર કે ભોજન અથવા રીપોર્ટસ કરાવવા સુધીના કોઇપણ કામ માટે એકપણ રૂપીયો લેવામાં આવતો નથી.

દાતાઓના સહયોગથી આ હોસ્પિટલ ચાલી રહી છે. હોસ્પિટલ શરૂ થયાને ચાર વર્ષ પુરા થયા છે અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે. 14મી તારીખે સાંજે ચાર કલાકે મોરારીબાપુના હસ્તે અહિં નેચરોપથી વિભાગનું લોકાર્પણ થશે અને એ જ સમયે નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન પણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અહિં મોરારીબાપુએ રામકથા યોજી રૂા. 22 કરોડનું જંગી ભંડોળ એકઠુ કરી આપ્યુ હતું. હોસ્પિટલમાં દર વર્ષે નવો એક વિભાગ ઉમેરાઇ રહ્યો છે.

13મીએ નાટ્યપર્વ અને 14મીએ સ્વરપર્વ
13મી તારીખે સાંજે જે.વી. મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ગુજરાતી નાટક યોજાશે જ્યારે 14મી તારીખે સવારે 9:30 કલાકે મોદી હાઇસ્કૂલના પટાંગણમાં કાજલ ઓઝા વૈદ્યનું પ્રવચન યોજાશે.

સાહિત્યકારોને એવોર્ડ અપાશે
અહિં સાહિત્યકારો કિરીટ ગોસ્વામી, હર્ષદ ચંદારાણાનું સન્માન કરાશે. બટુકભાઇ ભડકોલીયાને શિક્ષણ સન્માન તથા નવિન વિભાકરને વિશ્વ ગુર્જરી સન્માન અપાશે. આ ઉપરાંત યુવા સાહિત્યપ્રતિભા અને સંગીત પ્રતિભા એવોર્ડ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...