ચાંપાથળ નજીકથી શેત્રુંજી નદીના પટ્ટમાં રેતી ચોરી કરતા ચાર શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ચાંપાથળ પાસેથી એલસીબીની ટીમે શેત્રુજી નદીના પટ્ટમાં રેતી ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી બે ડમ્પર અને બે ટ્રેકટર મળી રૂ.9.5 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અમરેલી એલસીબીની ટીમને અમરેલીના ચાંપાથળ પાસે આવેલી શેત્રુજી નદીના પટ્ટામાં રેતી ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીના આર.કે.કરમટા અને પી.એન.મોરી સાથે ટીમે સ્થળ પર રેઈડ કરી જયસુખ બાલુભાઈ વડેચા, અજય ભુરાભાઈ ડાભલા, અજય સામંતભાઈ ભુવા અને નીલેશ ભનુભાઈ જીજવાડીને રેતી ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી 12 ટન રેતી સાથે જી.જે.7 ઈ 7562 રૂ. 2 લાખ, ડમ્પર નં.જી.જે.09.વાય.9020 રૂ. 3 લાખ તથા ડમ્પર નં. જી.જે.13.વાય. 7659 રૂ. 3 લાખ અને અન્ય એક ટ્રેકટર રજીસ્ટ્રેશન વગર મળી રૂ. 9.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ચારેય શખ્સોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...