લાઠીનાં ભીંગરાડમાં યુવકને 4 શખ્સોએ માર માર્યો, રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે રહેતા એક યુવકના ભાઇનો દિકરો સાઇકલ લઇને રમતો હોય અહી એક શખ્સે તેને ગાળો આપતા જેનુ મનદુખ રાખી ચાર શખ્સોએ તેને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બની હતી. અહી રહેતા રવિભાઇ કાંતીભાઇ વણોદીયા (ઉ.વ.25) નામના યુવકના ભાઇનો દિકરો સત્યમ સાઇકલ લઇને રમતો હતો ત્યારે રાહુલ વિક્રમભાઇએ તેને ગાળો આપી હતી. જેનુ મનદુખ રાખી રાહુલે રવિભાઇને માથામા લાકડુ મારી ઇજા પહોંચાડી હતી.

આ ઉપરાંત કુમારભાઇ તેમજ આશાબેને પણ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા ચારેય સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ બી.પી.ધાંધલા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...