તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલીયાનાં લોકોને લાઇટબીલ ભરવા માટે 2 કિમી દૂરનાં ધક્કા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયામાં વિજ બીલ ભરવા માટે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા શહેરની મધ્યમા કોઇ સુવિધા ઉભી કરવામા નથી આવી જેના પગલે લોકોને બે કીલોમીટર દુર જી.ઈ.બી ઓફિસે કામકાજ છોડી બીલ ભરવા જવું પડે છે. જેના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બોર્ડના અધિકારીઓ પાસે લોકોએ લીલીયામાં બીલ ભરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે.

લીલીયામાં શહેર અને તાલુકાભરના ઘણા કાર્યકરો અને પદાધિકારીઓ રહે છે. છતાં ખાટલે મોટી ખોટ જેવી પરીસ્થિતી સર્જાય છે. શહેરમાં વિજ બીલ ભરવા માટેની કોઈ વ્યવસ્થા નથી.

ઘણા વર્ષ પહેલા ગ્રામ પંચાયતમાં એક કર્મચારી આવી વિજબીલ જમા કરી જતો હતો. પણ અધિકારીઓની બેદરકારીના પગલે લીલીયાના લોકોને વિજ બીલ ભરવા માટે 2 કીલોમીટર દુર ધરમના ધક્કા ખાવા પડે છે. ત્યારે વહેલી તકે લીલીયામાં વિજ બીલ ભરાય શકે તેવી લોકોએ માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીની પોસ્ટ ઓફિસ કે ગ્રામ પંચાયત કચેરીમા અગાઉ વિજ બીલો સ્વીકારવામા આવતા હતા. પરંતુ હાલ અહી કોઇ વ્યવસ્થા નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા શહેરની મધ્યમા જ વિજબીલ માટે સેન્ટર ઉભુ કરવામા આવે તો લોકોને સરળતા પડે.

અન્ય સમાચારો પણ છે...