તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં મકાનમાંથી જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા જુગારની બદી વધી ગઇ હોય તેમ જોવા મળી રહ્યું છે. જો કે હવે મહિલાઓમા પણ આ દુષણ ફેલાયુ હોય અમરેલીમા પોલીસે બાતમીના આધારે અહીના લાઠી રોડ પર એક મકાનમા દરોડો પાડતા અહી પાંચ મહિલા જુગાર રમતી ઝડપાઇ હતી. પોલીસે અહીથી રોકડ, મોબાઇલ સહિત રૂપિયા 50,770નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા જુગારી ઝડપાયાની આ ઘટના અમરેલીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના ગોકુલધામ એપાર્ટમેન્ટ બ્લોક નં-501મા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ અહી ત્રાટકી હતી. અહી પોલીસે કાજલબેન ધર્મેશભાઇ વાઘેલા, ઉષાબેન હસમુખભાઇ ત્રિવેદી, મનીષાબેન અનીલભાઇ ગૌસ્વામી, જસુબેન કાળુભાઇ સાકળીયા, ઇન્દુબેન બહાદુરભાઇ ડાંગર નામની મહિલાને ઝડપી પાડી હતી.

પોલીસે અહીથી રોકડ રૂપિયા 31270 તેમજ મોબાઇલ નંગ-7 કિમત રૂપિયા 18500 મળી કુલ રૂપિયા 50770નો મુદામાલ કબજે લીધો હતો. અહી કાજલબેન નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતા હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતુ. બનાવ અંગે એએસઆઇ ચંદનગીરી ગૌસ્વામી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...