Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દામનગર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ સહિત પાંચ જુગાર રમતા ઝડપાયા
દામનગરમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે અમરેલી એસઓજીએ અહિં દરોડો પાડી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતાં. દામનગર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા હતાં. પોલીસે કુલ 57240નો મુદામાલ કબજે લીધો છે.
જુગારનો આ દરોડો અમરેલી એસઓજીએ બાતમીના આધારે દામનગરમાં પાડ્યો હતો. દામનગરના મેથળી ગામની સીમમાં મોહનભાઇ જાદવભાઇ રાઠોડની વાડી પાસે નળમાં આ જુગાર ચાલી રહ્યો હતો. પોલીસે અહિં દરોડો પાડી દામનગર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર ઉકાભાઇ જયપાલ, ભુરખીયાના રાણા જેરામભાઇ રાઠોડ, પ્રવિણ કાળુભાઇ ગોરસીયા, નનકુ ગીગાભાઇ મકવાણા અને દામનગરના મહેન્દ્ર મગનભાઇ કાવર જુગાર રમતા ઝડપાઇ ગયા હતાં. તેમની પાસેથી પોલીસે રૂા. 15440ની રોકડ રકમ, બે મોટર સાયકલ, પાંચ મોબાઇલ વિગેરે મળી કુલ રૂા. 57240નો મુદામાલ કબજે લીધો હતો. એસઓજીના પીઆઇ કે.બી. જાડેજા તથા પીએસઆઇ મહેશ મોરી અને તેની ટીમે આ દરોડો પાડ્યો હતો.