તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં કોંગ્રેસના વર્કશોપમાં 5 જિલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે પક્ષના સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવા માટે એક વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ. આ વર્કશોપમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ એમ કુલ 5 જિલ્લાના કૉંગ્રેસ સમિતિના પ્રમુખોઅને તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખો, ગ્રામ્ય સ્તરેથી જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે માર્ગદર્શન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ના નેતા અને રિટાયર્ડ આઈપીએસ કુલદીપ શર્મા તથા સીએ મેહુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલ હતું.આ વર્કશોપમાં બુથ સ્તરે,ગ્રામ્ય સ્તરે,તાલુકા પંચાયત સીટ સ્તરે,જિલ્લા પંચાયત સીટ સ્તરે,તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે સંયોજકની નિમણુંક કરી ગ્રામ્ય સ્તરના પ્રશ્નોની યોગ્ય રજુઆત અને નિરાકરણ માટેના પ્રયત્ન કરવા, દર મહિને દરેક સ્તરે મિટિંગો કરવા, સભ્ય નોંધણી કરવા અને પ્રજાસતાક દિવસ, સ્વતંત્રતા દિવસ,ગાંધી જયંતિ અને કૉંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવા વિગેરે કાર્યક્રમો કરી સમાજના દરેક વર્ગના લોકોને કૉંગ્રેસ પક્ષ સાથે જોડવા સામાજિક કાર્યો કરી મતદાન સમયે પણ સુચારુ વ્યવસ્થા અને સંચાલન સુદઢ બનાવવા કેવી રીતે કાર્યવાહી કરવી તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ સોસા દ્વારા પધારેલ દરેક કૉંગ્રેસ અગ્રણીઓનુ સ્વાગત તથા આભારવિધિ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો