અમરેલીમાં વિદ્યા સહાયકોના બઢતી અને પગાર ધોરણના મુદે ઉપવાસ

આજથી અમરેલી જિલ્લાના તમામ શિક્ષકો કાળીપટ્ટી ધારણ કરશે

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:01 AM
Amreli News - fasting on vidya sahayaks promotions and pay scale at amreli 020100
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આજે અમરેલી જિલ્લામા બાલગુરૂ અને વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા શિક્ષકો દ્વારા આ આંદોલન છેડવામા આવ્યું હતુ. રાજયકક્ષાના આંદોલનના ભાગરૂપે આજે અમરેલીમા જીમખાના મેદાનમા પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા યોજવામા આવ્યા હતા. સંઘના પ્રમુખ મહેન્દ્રભાઇ વિંછીયા અને મહામંત્રી હિમતભાઇ સોરઠીયાની આગેવાનીમા સાંસદને આવેદનપત્ર પણ અપાયુ હતુ.

શિક્ષક સંઘે માંગ ઉઠાવી હતી કે 1997થી આજદિન સુધી ભરતી થયેલા તમામ વિદ્યા સહાયકોને બીજા કર્મચારીની જેમ બઢતી, સિનીયોરીટી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ નોકરીમા ભરતીની તારીખથી જ મળવો જોઇએ. શિક્ષકો આગામી 16મી તારીખ સુધી આ મુદે કાળીપટ્ટી ધારણ કરી શાળામા ફરજ બજાવશે. અને આગામી તારીખ 15 તથા 16ના રોજ ગાંધીનગરમા ધરણા યોજાશે.તસવીર-જયેશ લીંબાણી

X
Amreli News - fasting on vidya sahayaks promotions and pay scale at amreli 020100
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App