તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર વર્ષે મકરસંક્રાંતિ પર પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે મકરસંક્રાંતિ પર પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને મોતને ભેટે છે. ત્યારે અમરેલી પંથકમા ઘાયલ પક્ષીઓની હમેશા મદદ કરનારા સેવાભાવીઓ મકરસંક્રાંતિ પહેલાથી સક્રિય થઇ ગયા છે. ઠેરઠેર આ માટે હેલ્પલાઇન શરૂ કરાઇ છે અને દોરીના કારણે કોઇ પક્ષી ઘાયલ નજરે પડે તો તેમને જાણ કરવા અનુરોધ કરાયો છે. બીજી તરફ અનેક શૈક્ષણિક સંસ્થાઓ તથા સેવાભાવી સંસ્થાઓએ પતંગ રસીયાઓને સવારના અને સાંજના સમયે પતંગ ન ચગાવવા અનુરોધ કર્યો છે. સામાન્ય રીતે દિવસના આ સમયગાળામા સૌથી વધુ સંખ્યામા પક્ષીઓ આકાશમા ઉડતા હોય છે. મકરસંક્રાંતિ પર્વ પર લોકો દાન પુણ્યનુ ભાથુ પણ બાંધશે. એક તરફ અબોલ પશુઓ માટે સેવાની કરૂણા વહેતી હોય તેવા સમયે અબોલ પક્ષીઓ મૃત્યુ ન પામે કે ઘાયલ ન થાય તે માટે પતંગ રસીયાઓને અનેક પગલા સુચવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો