તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબાપુરમાં રેતીની ગેરકાયદે હેરાફેરી કરતુ ડમ્પર ઝડપાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં શેત્રુજી નદીના પટ્ટમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે રેત ખનન ચાલી રહ્યુ છે. ત્યારે ગઇકાલે અહિંથી પોલીસે બે શખ્સોને ડમ્પરમાં પાંચ ટન રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા ઝડપી લીધા હતાં.

અમરેલી જીલ્લામાં બેફામ રેતી ચોરી ચાલી રહી છે. અહિંની નદીઓમાંથી રેતી ઉપાડવા પર હાઇકોર્ટે પ્રતિબંધ મુક્યો હોવા છતાં તંત્રની મીલીભગતથી આ વિસ્તારમાં બેફામ રેત ચોરી થઇ રહી છે. ખાસ કરીને શેત્રુંજી નદીના પટમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ઉપાડવામાં આવી રહી છે. અમરેલી તાલુકા પોલીસે ગઇકાલે બાબાપુરની સીમમાંથી નાના માચીયાળા ગામના બાલા સંગ્રામભાઇ સાનીયા અને ગાવડકાના ડ્રાઇવર જયરાજ ઉર્ફે ઘુઘો કરશનભાઇ બારૈયા નામના શખ્સોને રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા ઝડપી લીધા હતાં.

આ બન્ને શખ્સો કોઇપણ લાયસન્સ કે પરમીટ વગર ડમ્પરમાં પાંચ ટન રેતી ભરીને જઇ રહ્યા હતા ત્યારે ઝડપી લેવાયા હતાં. પોલીસે તેમની પાસેથી રૂા. 2500ની કિંમતની રેતી તથા રૂા. ત્રણ લાખની કિંમતનું ડમ્પર કબજે લઇ બન્ને સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો