લાઠીથી લાંબા અંતરનાં રૂટની બસ ડાયવર્ટ કરી દેવાતા લોકોને હાલાકી

જામનગર, ભુજ, દ્વારકા, સોમનાથ જેવા યાત્રાધામનાં રૂટ પણ બંધ

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 03:16 AM
Lathi News - due to the lathi long bus the bus has been diverted 031608
લાઠી તાલુકા મથક છે તેમ છતા અહીથી જામનગર, ભુજ, દ્વારકા, સોમનાથ જેવા મહત્વના રૂટો આપવામા જાણે પરિવહન તંત્ર નિષ્ફળ નીવડયુ છે. આ ઉપરાંત યાત્રાધામ ખાતે દોડતી બસોને પણ ડાયવર્ટ કરી દેવામા આવતી હોય મુસાફરોને ભારે અગવડતા વેઠવી પડી રહી છે.

સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમા સમાવિષ્ટ કરેલ ભુરખીયા હનુમાનજી મંદિર, ધારી ભાવનગર, અમરેલી પાલિતાણા, અમરેલી બાપુનગર જેવા મહત્વના રૂટો બીજા ગ્રામ્ય વિસ્તારમા ડાયવર્ટ કરી દેવામા આવી રહ્યાં છે. સરકાર દ્વારા ડ્રાઇવર કંડકટરોની ભરતી કરી અમરેલી વિભાગને આપવામા આવ્યા છે. છતા વિભાગીય નિયામક દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી. અને સ્ટાફની ઘટ હોવાનુ બહાનુ આગળ ધરી દેવામા આવે છે.

જુના ચાલતા રૂટો બંધ કરી દેવામા આવતા હોય મુસાફરોને ભારે અગવડતા વેઠવી પડી રહી છે. લાઠીમા અદ્યતન ડેપો બનાવાયો છે પરંતુ અહી રાત્રીના સમયે અનેક બસો બારોબાર જતી રહે છે. છતા કોઇ તપાસ કરવામા નથી આવતી. તંત્રની આવી બેદરકારીના કારણે મુસાફરોને નાછુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.

પ્રશ્નનો ઉકેલ નહી આવે તો બસ રોકો આંદોલન

આગામી દિવસોમા લાઠી, દામનગર સહીત ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પરિવહનની જરૂરી સગવડતાઓ નહી મળે તો લોકોએ બસરોકો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

X
Lathi News - due to the lathi long bus the bus has been diverted 031608
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App