લાઠીમાં અકળ કારણે આધેડે એસીડી પીધું, સારવારમાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીના આધેડે ગઇકાલે કોઇ અકળ કારણોસર એસીડ પી આપઘાત કરી લીધો હતો. જયારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મધ્યસ્થ સહકારી બેંકના પટ્ટાવાળાનુ બેંકમા પડી ગયા બાદ મોત થયુ હતુ. અપમૃત્યુની પ્રથમ ઘટના ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના સુમારે લાઠીમા બની હતી. અહી કુંભારવાડા વિસ્તારમા રહેતા રસીકભાઇ વલ્લભભાઇ ચૌહાણ (ઉ.વ.50) નામના આધેડે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે બાબુભાઇ શામજીભાઇ ચૌહાણે લાઠી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બનાવનુ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

અન્ય એક ઘટનામા જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મધ્યસ્થ સહકારી બેંકમા પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મનસુખભાઇ ગોરધનભાઇ રાખોલીયા (ઉ.વ.45) ગત સપ્તાહે મધ્યસ્થ બેંકમા નોકરી દરમિયાન પગ લપસી જતા પડી ગયા હતા. અને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે દવાખાને લઇ જતી વખતે અચાનક છાતીમા દુખાવો થયા બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...