અમરેલીમા ંનિરાધાર વૃદ્ધનંુ અવસાન થતાં બ્રહ્મસમાજના આગેવાનોએ અંત્યેષ્ઠી કરી

સેવકાર્ય

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:00 AM
Amreli News - due to the death of elderly people of amreli the leaders of brahmo samaj performed the funeral 020029
અમરેલીના નાગનાથ મંદિરમા રહી ભિક્ષાવૃતિ કરતા વિપ્ર વૃધ્ધનુ આજે આકસ્મિક અવસાન થતા તેમના કોઇ વારસદારો ન હોય બ્રહ્મસમાજના આગેવાનોએ શાસ્ત્રોકત વિધી સાથે તેમની અંતિમવિધી કરી હતી.

રમેશભાઇ ભાનુશંકર રાવલ ઉર્ફે બટુક મહારાજ જીવનના ઉતરાર્ધમા નિરાધાર જીવન જીવતા હતા અને અહીના નાગનાથ મંદિરમા ભિક્ષાવૃતિ કરી પોતાનો ગુજારો કરતા હતા. આજે તેમનુ આકસ્મિક અવસાન થયુ હતુ પરંતુ તેમની અંત્યેષ્ઠિ કરવાવાળુ આગળ પાછળ કોઇ ન હતુ. જેને પગલે બ્રહ્મસમાજના આગેવાન ઘનશ્યામભાઇ જોષી, શશીકાંતભાઇ જાની, ચંદ્રેશભાઇ રાવલ, ભાયાભાઇ શુકલ, શરદભાઇ શુકલ, ઉમેશભાઇ યાજ્ઞિક, મોહનબાપા કાબરીયા, જયંતીભાઇ, નયન જોશી, સુરેશભાઇ જાની, રમેશભાઇ જાની વિગેરે સેવાભાવી લોકો આગળ આવ્યા હતા. અને સદગત બટુક મહારાજની અંતિમવિધી કરવામા આવી હતી. નગરપાલીકાના કર્મચારીઓ પણ મદદમા જોડાયા હતા. બ્રહ્મસમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે તેમના નિધન બાદ પાછળથી તમામ ધાર્મિક વિધીઓ કરવામા આવશે.

X
Amreli News - due to the death of elderly people of amreli the leaders of brahmo samaj performed the funeral 020029
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App