તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં યુવકનંુ અકળ કારણે ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજયું હતુ. જયારે લીલીયાના સનાળીયા ગામે યુવતીએ એસીડ પી લેતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

યુવકના મોતની આ ઘટના રાજુલામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા વિક્રમ માધાભાઇ ચૌહાણ (ઉ.વ.19) નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે માધાભાઇ ચૌહાણે રાજુલા પોલીસ મથકમા જાણ કરી હતી. એએસઆઇ સી.કે.રાઠોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે લીલીયા તાલુકાના સનાળીયા ગામે રહેતી કોમલ ભીખાભાઇ મકવાણા (ઉ.વ.18)નામની યુવતીને લગ્નમા જવાની ના પાડતા તેણે એસીડ પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જયાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. બનાવ અંગે ભીખાભાઇ મકવાણાએ લીલીયા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ વી. ઓ. વાળા ચલાવી રહ્યાં છે. બંને બનાવોમાં મૃતકોએ આપઘાત શા માટે કર્યો એ જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...