તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપૂરતા વર્ગખંડોના કારણે અમુક વર્ગમાં વહેલી રજા પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2016મા સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ મંજુર થયા બાદ અહીના જુના સરકારી કમળશી હાઇસ્કુલના બંધ પડેલા બિલ્ડીંગમા રીનોવેશનનુ કામ કરી કોલેજ શરૂ કરવામા આવી હતી. હાલ અહી 463 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જો કે અહી વિદ્યાર્થીઓને કોઇ ભૌતિક સુવિધા મળતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી જુની હાઇસ્કુલ બિલ્ડીંગના આઠ ઓરડામા કોલેજ સંકુલ અને અન્યમા ધોરણ 3 થી 12 સરકારી શાળા ચાલે છે. સરકાર દ્વારા કોલેજ મંજુર થયા બાદ નવા કોલેજ માટેના બિલ્ડીંગ બનાવવામા સ્થળ માટે પ્રથમ નિલવડા રોડ પસંદ કરવામા આવ્યો હતો. જો કે અમુક રાજકીય ઇસમો દ્વારા કોલેજના સ્થળને મંજુર કરાવવામા ઉધમ મચાવી હતી. અને સ્થળ ફેરબદલ કરેલુ.નવા સ્થળે બાંધકામ કે કોલેજ શરૂ કરતા પહેલા કોલેજના છાત્રોએ મોન રેલી કાઢી આ સ્થળ અસલામતી અને અવાવરૂ હોવાનુ જણાવ્યું હતુ. હાલ જમીન ફાળવણી સુધી કામ અટકયુ છે. શાળા કોલેજમા અભ્યાસમા આવતા વિદ્યાર્થીના જણાવ્યાનુસાર જુના તુટેલા ફુટેલા બાકડા અને બેંધથી કામ ચલાવવુ પડે છે. અહી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ વારાફરતી નીચે પણ બેસે છે.

બાબરામાં વૈકલ્પિક સ્થળે ચાલતી કોલેજમાં વિદ્યાર્થીઓને અસુવિધા
વિદ્યાર્થીઓને શિક્ષણ આપવુ મુશ્કેલ- આચાર્ય
કોલેજના આચાર્ય ડો.પરેશ જે. પરમારે જણાવ્યું હતુ કે હાઇસ્કુલ બિલ્ડીંગમાથી આઠ રૂમ ફાળવેલા છે. જેમા બે રૂમમા ઓફિસ વર્ક, 6 રૂમમા 463 વિદ્યાર્થી ભાઇ બહેનો બંને અલગ અલગ શિક્ષણ આપવુ મુશ્કેલ થઇ પડયું છે. શાળાનો સમય 11 થી 4 છે અને કોલેજનો સમય 8 થી 1 છે જેને પગલે બીજા રૂમો વાપરવા મુશ્કેલ છે.

કોલેજ બિલ્ડીંગ નિલવડા રોડ પર ફાળવો
વિદ્યાર્થીઓના અણગમા વચ્ચે કોલેજ બિલ્ડીંગ માટે સ્થળ દરેડ રોડ પર પસંદ થયુ છે. તેના બદલે નિલવડા રોડ ઉપર કોલેજ બિલ્ડીંગ આપવામા આવે તે વી વિદ્યાર્થીઓની જુની માંગ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...