અમરેલીના જાણીતા તબીબ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.

Amreli News - dr amreli39s well known doctor and former district president of district bjp 055513

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST

અમરેલીના જાણીતા તબીબ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઇ કાનાબારે 111 સંસ્થાના સહયોગથી વરુણદેવને રીઝવવા લાઠીથી ભુરખીયા સુધીની પદયાત્રાનું આજે આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા હતા. અમરેલી જિલ્લામાં મોલાત સુકાઈ રહી હોય અને વરસાદ ખેંચાયો હોય વરુણદેવ વરસી પડે તેવી પ્રાર્થના સાથે ભુરખીયા હનુમાન મંદિરની પદયાત્રાનું આયોજન કરાયું હતું. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર કાનાબારે આ માટે જુદીજુદી 111 સંસ્થાઓને સાથે જોડી હતી. આજે સવારે 7 કલાકે લાઠીના માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ પદયાત્રાનો આરંભ થયો હતો. પદયાત્રાના મુખ્ય આયોજક ભારતીય જનતા પાર્ટીના આગેવાન હતા. પરંતુ આ પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, જે. વી. કાકડિયા વિગેરે પણ સાથે જોડાયા હતા.

પદયાત્રા દરમિયાન રસ્તામાં જુદા જુદા ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બપોરે આ પદયાત્રા ભુરખીયા પહોંચી હતી. જ્યાં વરુણદેવને સચરાચર વરસી પડવા પ્રાર્થના કરાઇ હતી. જોકે આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ આજે મેહુલિયાનું આગમન થઇ ગયું હતું. જુદાજુદા વેપારી એસોસિયેશન, સામાજિક સંગઠનો અને જ્ઞાતિ સંગઠનો આ પદયાત્રામાં જોડાયા હતા.

X
Amreli News - dr amreli39s well known doctor and former district president of district bjp 055513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી