તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહેનને ફોન કરવાની ના કહી યુવાન પર ધોકા વડે હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા ફતેપુર રોડ પર રહેતા યુવાને અહીના એક શખ્સને પોતાની બહેનને ફોન કરવાની ના પાડતા આ શખ્સે ઉશ્કેરાઇ યુવકને લાકડા વડે મારમારી ઘાયલ કરી દેતા સારવાર માટે દવાખાને ખસેડાયો છે.

મારામારીની આ ઘટના અમરેલીમા સાવરકુંડલા બાયપાસ પર બની હતી. અહી ફતેપુર રોડ પર બીજ નિગમ પાસે રહેતા ચીરાગભાઇ ભરતભાઇ મકવાણા નામના યુવાન પર જયેશ નનકાભાઇ દેગામા નામના શખ્સે આ હુમલો કર્યો હતો. જયેશ દેગામાએ તેનુ મોટર સાયકલ રસ્તામા ઉભુ રખાવી મારી બહેનને ફોન કરતો નહી તેમ કહી બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે તેને આડેધડ મારમારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જે અંગે તેણે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય એક ઘટનામા લીલીયાના ક્રાંકચમા રેખાબેન ભરતભાઇ ચારોલીયા નામની મહિલાએ પોતાના ઘરેથી ચાલ્યા જવાનુ કહેતા મનસુખ લાખા, દલસુખ લાખા સહિત ત્રણ શખ્સોએ તેને ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...