નેસડી ગામે રોડનંુ કામ ચાલુ હોવાથી 20 કિમીનું ડાયવર્ઝન

એસટી ગામડાઓમાંથી ફરીને ચાલે છે

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:46 AM
Savarkundla News - diversion of 20 km due to the ongoing work of rodenu in nessi village 034624
સાવરકુંડલાથી ચલાલા જવા માટે નેસડી ગામ ખાતે માર્ગનુ કામ ચાલી રહ્યું છે. જો કે અહીથી 20 કિમી લાંબુ ડાયવર્ઝન કાઢવામા આવ્યું છે. જેને પગલે એસટી બસો ગામડાઓમાથી ફરીને ચાલે છે. પરંતુ ખાનગી વાહનો ગામ મધ્યેથી પસાર થાય છે.

સાવરકુંડલાથી ચલાલા જવા માટે નેસડી ગામ ખાતે રોડ ગામના બસ સ્ટેન્ડ પાસેના રોડનું કામ શરૂ થતાં ફક્ત એસ.ટી.બસનું ડાયવર્ઝન એસ.ટી. વિભાગ દ્વારા 20 કિલોમીટર લાંબુ એટલે કે સાવરકુંડલાથી ચરખડીયા, ઓળીયા, કરજાળા થઈને નેસડી જાય છે. જ્યારે અન્ય પ્રાઈવેટ કે ભારે વાહનો ગામ મધ્યમાંથી પસાર થઈને જ ચલાલા જાય છે. સાવરકુંડલાથી નેસડી ફક્ત આઠ કિલોમીટર થાય છે. જ્યારે એસ.ટી. અધિકારીઓ દ્વારા કાઢવામાં આવેલ ડાયવર્ઝન મુજબ 20 કિલોમીટર ફરીને ચાલી રહેલ હોવાથી મુસાફરો તથા નેસડી ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. એસટી બસ ગામડાઓ ફરીની ચાલતી હોય લોકોને દૂર ઉતરવું પડે છે તેથી મુસાફરોને હાલાકી ભોગવવી પડે છ.

X
Savarkundla News - diversion of 20 km due to the ongoing work of rodenu in nessi village 034624
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App