તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.પં.ના પ્રમુખ રવજીભાઇ વાઘેલા તથા ઉપપ્રમુખ હાર્દિકભાઇ કાનાણીએ આજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિ.પં.ના પ્રમુખ રવજીભાઇ વાઘેલા તથા ઉપપ્રમુખ હાર્દિકભાઇ કાનાણીએ આજે અચાનક જીલ્લા પંચાયતના તાબામાં આવતી આરોગ્ય શાખાની મુલાકાત લીધી હતી. અહિં મુવમેન્ટ રજીસ્ટર નિભાવવામાં આવતુ ન હોવાનું અને કોરૂ ધાકોડ પડયુ હોવાનું જાણવા મળ્યુ હતું. અધિકારી દ્વારા પણ આ રજીસ્ટરની ચકાસણી કરાતી ન હતી. કર્મચારીઓ પર અધિકારીઓનું કોઇ નિયંત્રણ ન હોવાનું જણાયુ હતું. સીનીયર ક્લાર્ક સી.પી. મારડીયા 10મી તારીખથી કોઇ રજા રીપોર્ટ વગર ગેરહાજર જણાયા હતાં. ગેરહાજરી અંગે કચેરીના વડા પણ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતાં. અહિંના ફાર્માસીસ્ટ જે.પી. લશ્કરી ફિલ્ડમાં ગયા હોવાનું જણાવાયુ હતું પરંતુ ફેરણી રજીસ્ટરમાં તેમની કોઇ મુવમેન્ટ લખાઇ ન હતી. માત્ર અધિકારીને કહીને ફિલ્ડમાં નિકળી જવાની ચોંકાવનારી પધ્ધતિ અંગે પ્રમુખે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. આવા કર્મચારીઓના ટેબલનું કામ કોણ કરી રહ્યુ છે તેની કચેરીના અધિકારીઓને જ ખબર ન હતી. આથી પ્રમુખ તથા ઉપપ્રમુખે અધિકારીઓની મીલીભગતથી પેધી ગયેલા અધિકારીઓ કામ ચોરી કરતા હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...