તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ખાદી ગ્રામ કાર્યાલય પાસે ગંદકીના ગંજ, વેપારીઓ ત્રાહિમામ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીના રાજકમલ ચોક પાસે આવેલ ખાદીગ્રામ કાર્યાલય પાસે લાંબા સમયથી સફાઈનો અભાવ જોવા મળે છે. જેના પગલે અહી દુકાન ધરાવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે અહી યોગ્ય સફાઈ કરે તેવી લોક માંગ ઉઠી છે.

અમરેલી નગરપાલિકા દ્વારા 178 જેટલા સફાઈ કામદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળે છે. તેમજ પાલિકાએ એક માસ પહેલા અડધા શહેરની સફાઈની જવાબદારી એજન્સીને આપી દેવામાં આવી છે. પણ હાલ શહેરના રાજકમલ ચોકમાં આવેલા ખાદીગ્રામ કાર્યાલય પાસે સફાઈનો અભાવ જોવા મળે છે. અહી કચરો લાંબા સમયથી એકત્રીત થયો છે. જેના કારણે ખરાબ દુર્ગધથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પણ પાલિકા દ્વારા આજ દિન સુધી સફાઈ કરવામાં આવી જ નથી. શહેરના ખાદીગ્રામ પાસે દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી અહી સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે અહી આવતા ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગંદકીના કારણે ગ્રાહક પણ અમારી દુકાને આવતા નથી. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે અહીથી યોગ્ય સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો