દિલીપભાઇ સંઘાણીની ઇફકોના વાઇસ ચેરમેન પદે વરણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લાના સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીની દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમા ઇફકોના વાઇસ ચેરમેન પદે વરણી કરવામા આવી હતી. આમ તેઓ રાષ્ટ્રીયકક્ષાની વધુ એક સંસ્થામા મહત્વપુર્ણ પદે બેસતા અમરેલીમા આજે સહકારી આગેવાનોએ આતશબાજી કરી હતી.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દિલીપભાઇ સંઘાણીએ રાષ્ટ્રીયકક્ષાની એક પછી એક સહકારી સંસ્થાઓમા પર્દાપણ કર્યુ છે. નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી ગુજકોમાસોલના પણ ચેરમેન છે અને નાફેડ જેવી સહકારી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. અમરેલી જિલ્લાના સહકારી જગતના મુળમા તો તેઓ છે જ. હાલમા તેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન છે અને અમર ડેરીના સંસ્થાપક છે. અને હવે તેઓ ઇફકો જેવી મહત્વપુર્ણ સંસ્થાનુ સંચાલન કરશે. આજે દિલ્હી ખાતે યોજાયેલી ઇફકોની બેઠકમા દિલીપભાઇ સંઘાણીને વાઇસ ચેરમેન પદે ચુંટી કાઢવામા આવ્યા હતા. આમ અમરેલી જિલ્લાનુ હવે રાષ્ટ્રીય લેવલે સહકારી ક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાન થયુ છે. આજે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, કાળુભાઇ પાનસુરીયા વિગેરેની ઉપસ્થિતિમા અહીના નાના બસ સ્ટેન્ડ ચોકમા આતશબાજી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...