Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેરિયાઅાે અાેળખકાર્ડ અને બીપીઅેલ કાર્ડથી વંચિત
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમા જુદીજુદી ફેરીઅાે કરતા ફેરીયાઅાેને અાેળખકાર્ડનુ વિતરણ હજુ સુધી કરાયુ નથી. જરૂરી કાગળાે અાપી દેવાયાને અાઠ માસ વિતી ગયા છતા હજુ સુધી કાર્ડ અપાયા નથી. અા ઉપરાંત બીપીઅેલ કાર્ડ માટે પણ કાેઇ સર્વેની કામગીરી હાથ ધરાઇ નથી. તેવા સવાલ પાલિકા સદસ્યાેઅે
ઉઠાવ્યા હતા. નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણએ જણાવ્યું હતુ કે નગરપાલિકાની ચુંટણી બાદ પછાત વિસ્તારના લોકોને પાલિકાની 11 સામાન્ય સભા થઇ ક્યારેય ફેરીયાના કે બી. પી. એલ. કાર્ડ વિશે સભાખંડમા ક્યારેય ચર્ચા પણ કરી નથી. ધમેન્દ્ર મહેતા દ્રારા દરેક સામાન્ય સભામા પછાત વિસ્તારના લોકોને બી. પી. એલ. કાર્ડ આપવા માંગણી કરવામા અાવી હતી. ત્યારે પાલિકા દ્વારા તાકિદે કાર્ડનું વિતરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
કુંડલા પાલિકાના સદસ્યોએ ઉઠાવ્યા સવાલ
જરૂરી કાગળો અપાયાના 8 માસ વિતવા છતાં