તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાનાં વડ ગામેથી ચાલતા ભારે વાહનો બંધ કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના હિડોરણા નજીક પુલ પર ગાબડું પડ્યું હોવાને કારણે મોટાભાગના નાના મોટા વાહનો વડ ગામના માર્ગ પરથી પસાર થાય છે. અહીં વડ, ઉચૈયા, ભચાદરને જોડતો માર્ગ સિંગલપટ્ટી રોડ હોવાને કારણે માર્ગની સ્થિતિ ખૂબ દયનિય બની રહી છે. આ પ્રશ્ને આગેવાનો દ્વારા રજુઆત કરવામા આવી છે.

જાગૃત નાગરિક શિવરાજભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે અહીં વન્યપ્રાણીના સતત આંટાફેરા હોય છે. સિંહ, દીપડા સહિત વારંવાર અહીં આંટાફેરા કરતા હોય ત્યારે આ મોટાભારે વાહનોના કારણે વન્યપ્રાણી પર ખતરો છે. સાથે સાથે અહીં આસપાસના ખેડૂતોને પણ નુકશાન જાય છે. અહીંના ખેડૂતોની ખેતરોમાં ધૂળ ઉડવ નો પ્રશ્ન સહિત અનેક સમસ્યા હોવાને કારણે ચારનાળાથી ભારે વાહનો અને મોટા વાહનો પર વડ જતા માર્ગ પર પ્રતિબંધ મુકાય તે જરૂરી છે.

રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે છતડીયાથી અનેક વાહનો ઘુસી જાય છે. વડ સહિત ગામના ખેડૂતો આ ભારે વાહનોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંતમાં શિવરાજભાઈ ધાખડાના જણાવ્યા પ્રમાણે જો આગામી દિવસોમાં ભારે વાહનો બંધ નહિ કરે તો યુવાનો ખેડૂતોને ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...