તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેડાણના શિક્ષકના બેંક ખાતામાંથી ઓનલાઇન ફ્રોડથી 25 હજાર ઉપડ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા તાબાના ડેડાણ ગામે રહેતા અને કોદીયા પ્રાથમિક શાળાના શિક્ષકે ઓનલાઇન શુઝ મંગાવ્યા બાદ શુઝનો કલર અલગ હોય તેમણે ઓનલાઇન કમ્પલેઇન નોંધાવી હતી. જો કે બાદમા એક શખ્સે તેના ફોન પર એપ્લીકેશન ડાઉનલોડ કરવાનુ કહી ટ્રાન્ઝેકશન કરવા જણાવ્યું હતુ. બાદમા તેના બેંક ખાતામાથી 25 હજાર ઉપડી જતા આ બારામા તેણે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહીંના જીતેશભાઇ પ્રવિણભાઇ પટોળીયા (ઉ.વ.30) સાથે બની હતી. તેમણે ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે ડ્રીમલેન્ડ શોરૂમમાથી ઇગોજ કંપનીના શુઝ લીધા હતા. અને શુઝનો કલર અલગ હોય તેમણે રીપ્લેસ કરવા ઓનલાઇન કમ્પલેઇન નોંધાવી હતી. બાદમા તેના મોબાઇલ નંબર પર એક કોલ આવ્યો હતો અને તમારા ફોનમા એક કવીક સપોર્ટ એપ્લીકેશન લીંક મોકલી છે તે ડાઉનલોડ કરવાનુ જણાવી રૂપિયા 20નુ ટ્રાન્ઝેકશન કરવા જણાવાયુ હતુ. જો કે ટ્રાન્ઝેકશન થયુ ન હતુ. અને બાદમા એસબીઆઇ કર્મચારીનો ફોન આવ્યો કે તમારા ખાતામાથી રૂપિયા 25351નુ ટ્રાન્ઝેકશન કરેલ છે ? જો કે યુવકે આવુ કોઇ ટ્રાન્ઝેકશન કર્યુ નથી તેમ જણાવ્યું હતુ. બાદમા તેમની સાથે ફ્રોડ થયાનુ માલુમ પડયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો